આજ 30-1-25 ગુરુવારના રોજ જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલ અને તેમના પરિવારે (લેઉવા – ગોઠી) (હાલ- સુરત) એ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમરતભાઈ દેવચંદભાઈ પટેલની આઠમી પુણ્ય સ્મુતિ જીવંત રાખી રખડતા અબોલ કુતરાઓની સેવા કરી ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તેમને કુલ 180 કિલો જેટલા દેશી ગોળના લાડવા બનાવડાવી ઐઠોર ગામ અને આજુબાજુના ખેતરોમાં રખડતા કુતરાઓને ખાવા માટે વિતરણ કરી અને 50 કિલો કીડીયારું પૂરવાનો સામાન આપી જીવદયાનુ મહાન સત્કાર્ય કરી ધન્યતા અનુભવી.
અમરતભાઈ પટેલ સમગ્ર ગુજરાતના બિલ્ડરોમાં મોટુ નામ ધરાવતા હતા અને ઐઠોર ગામના સૌથી મોટા દાનવીર અને પાટીદાર અગ્રણી હતા.
આખા ઐઠોર ગામમાં તેમના પરિવારની આ પ્રેરણાદાયક મહાન કાર્યની પ્રસંશા થઇ રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
