જિલ્લામાં આવેલા તમામ ફ્લાય ઓવર બ્રિજ પર સુરક્ષા તાર બાંધવા તેમજ દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓને તાકીદે સારવાર આપવા કલેક્ટરને પત્ર લખી સુચના આપવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં ક્યાંય પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ સદંતર બંધ કરાવી કડક કાર્યવાહી કરવા માટે પણ ભાર મુકવામાં આવ્યો છે.
પત્રમાં જણાવ્યા મુજબ પતંગ રસિયાઓ દ્વારા ઉત્તરાયણ પર્વની જિલ્લામાં ઉજવણી દરમિયાન દોરીથી કોઈ વ્યક્તિ કે પશુ-પક્ષી ઘાયલ ન થાય અને તહેવાર જોખમી ના બને તેનું ખાસ ધ્યાન રાખવા ભાર મુક્યો છે, તેમજ જિલ્લાના માર્ગો પર આવતા તમામ ફ્લાયઓવર બ્રીજના બંને તરફના ભાગે સુરક્ષા તાર બંધીને દ્વિચક્રી વાહન ચાલકોને અકસ્માતથી બચાવવાના પ્રયાસ કરવા તાકીદ કરાઈ છે. દોરીથી જો કોઈ પશુ પક્ષી ઘાયલ થાય તો તેમને સરકારી અસ્પતાલ કે અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જઈએ તેમની તાત્કાલિક સારવાર કરાવવા પણ જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી પણ સુરક્ષાના મુદ્દે કરવા પત્રમાં રજૂઆત કરાઈ છે.
આ તમામ સંદર્ભે સંકલિત તમામ વિભાગોને જરૂરી સૂચના કલેક્ટર તરફથી આપવા માટે પણ રજૂઆત કરાઈ છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
