ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આજથી 3 વર્ષ અગાઉ તારીખ 9-12-22 માગસર વદ 6 ના રોજ મોટુ નૂતન મંદિર બનાવી દુર્લભ અને એક માત્ર કહી શકાય એવા શ્રી ચતુરદર્શિય હનુમાનજીની પ્રતિષ્ઠા પરંપરા મુજબ ભારે ધામધૂમથી આખા ગામને સાથે રાખી કરવામાં આવી હતી. આ હનુમાનજી ‘ટોડાના હનુમાનજી’ ના નામે પણ પ્રસિદ્ધ છે.
7-12-24 ને શનિવારના રોજ 3 જા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,
જે નિમિત્તે ઐઠોરના પ્રખ્યાત કર્મકાંડી બ્રાહ્મણ જીજ્ઞેશભાઈ ત્રિવેદી (જીગરભાઈ મહારાજ) ના મુખ્ય આચાર્ય પદે વિધિપૂર્વક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
ઐઠોરના શ્રી ચતુર્દંશીય હનુમાનજીની કૃપા સૌ ભક્તો પર બની રહે તેવી પ્રાર્થના 🙏🏻
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
