ઊંઝા apmc ની
15 બેઠકોની ચૂંટણી માટે 100 ફોર્મ,
વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ અને
ખરીદ- વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે.
બીજા દિવસે આ તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વહીવટદાર મારફતે જ ઊંઝા apmc નો કાર્યભાર ચાલી રહ્યો છે. હાલની આ ચૂંટણી સામાન્ય લોકોમાં પણ ભારે રસપ્રદ બની રહી છે.
આજે તારીખ 4-12-24 બુધવારના રોજ ઊંઝા apmc ની ચૂંટણીના નામાંકન સમયે ઊંઝા apmc ના મુખ્ય દરવાજા પાસેથી જ દિનેશભાઇ પટેલ માં ભારતી અને માં ઉમિયાના નારા સાથે વેપારી – ખેડૂતો, સર્વ મંડળીના પ્રમુખ – મંત્રી – કારોબારી સભ્યો તથા bjp ના તેમના સપોર્ટર કાર્યકારી મિત્રો મોટી સંખ્યામાં બપોરના 3 વાગ્યાથી જ ટેકો આપવા હાજર રહ્યા હતા. ફોર્મ ભરી દિનેશભાઇ એ પોતાની પ્રબળ ઉમેદવારી નોંધાવી હતી.
‘છેલ્લા 65 વર્ષમાં આવક 19 કરોડ કરતા વધુ ક્યારેય નહોતી થઇ પણ છેલ્લા 5 વર્ષમાં અમારા શાસન દરમ્યાન આવક 37 કરોડ જેટલે પહોંચી છે’
એમ દિનેશભાઇ એ વધુમાં જણાવ્યું હતું.
દિનેશભાઇએ છેલ્લે પોતાના હાજર રહેલા તમામ ટેકેદારોનો ભારપૂર્વક આભાર માન્યો હતો.
દિનેશભાઇની સાથે વર્તમાન ધારાસભ્ય કે કે પટેલ, પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે સહીતનાયે પણ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
