આજ 11 જાન્યુઆરી 25 ના રોજ સવારે 11 વાગે spg અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને તેમની ટીમ દાદાના દિવ્ય દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી.
ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થા વતી પ્રમુખ શ્રી બાબુભાઇએ લાલજીભાઈ નું શાલ ઓઢાડી અને ટ્રસ્ટીઓએ દાદાનો સ્મુતિ ભેટ ફોટો આપી સન્માન કર્યું.
Spg તરફથી લાલજીભાઈએ શ્રી સરદાર પટેલનો ફોટો આપી સમગ્ર નવી પરિવર્તન પેનલનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
લાલજીભાઈ એ spg વતી સમગ્ર ગામને એક રહી સંસ્થાને વધુ મજબૂત કરી ભક્તોની વધુ ને વધુ સેવા કરવા અને તેમાં કોઈ પણ પ્રકારની spg ની જરૂર હોય તો તમામ સ્તરે સેવા માટે તૈયાર હશે તેમ જણાવ્યું હતું.
સામે પ્રમુખ શ્રી બાબુભાઇ એ પણ પ્રામાણિક વહીવટ સાથે વધુને વધુ સેવાકીય વહીવટનો લાભ ભક્તોને આપવા શક્ય તમામ જરૂરી ફેરફાર કરવામાં આવશે એમ કહ્યુ હતું.
સમગ્ર ટ્રસ્ટી મંડળે લાલજીભાઈ અને તેમની ટીમને આગ્રહપૂર્વક દાદાનો પ્રસાદ જમાડી ખુશ કરી દીધા હતા.
પૂર્વ સરપંચ સુરેશભાઈ, મહેશભાઈ તથા ગામના અનેક અગ્રણીઓ અને દાદાના જુના સેવકો આ સમયે હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
