આજ 10-01-25 શુક્રવારના રોજ સવારે 10 વાગે શ્રી ખોડલધામ આમંત્રણ રથ ઐઠોર ગામના ગોદરે શ્રી અંબાજી માતા મંદિર પાસે, શ્રી ચારમુખી હનુમાનજી મંદિર આગળ પધારતા ઐઠોરના પાટીદાર અગ્રણી અને પૂર્વ સરપંચ સુરેશભાઈ પટેલ, પ્રકાશભાઈ, કાન્તિભાઈ, ચીમનભાઈ, જોઈતારામ કાકા, રાજુભાઈ વગેરે સહિતના ભક્તો અને અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રથનું સ્વાગત કરી માતાજીને હાર પહેરાવી, કંકુ-ચોખાનું તિલક કરી આરતી ઉતારવામાં આવી હતી.
મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ આમંત્રણ રથ સવારે 9 વાગે મક્તુપુરથી શરૂઆત કરી ઐઠોર, ભાન્ડુ, સાતુસણા, જેતલવાસણા અને છેલ્લે વાલમ ગામના રૂટ પર આજ મોડા બપોર સુધીમાં પહોંચ્યો હતો.
માં ખોડલ પર લેઉવા પાટીદારોની અપાર શ્રદ્ધા રહેલી છે.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,
બાલીસણાની બાજુમાં સંડેર ગામમાં નૂતન અને ભવ્ય શ્રી ખોડલધામ સંકુલ નિર્માણ પામી રહ્યું છે.
તારીખ 21-01-25 મંગળવારના રોજ શ્રી શિલાપૂજન સમારોહનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
