ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માળવે જવાય.
ઈશ્વર પરની અપાર શ્રધ્ધા અનેક ચમત્કારોનું સર્જન કરે છે. આવી જ શુભ ભાવનાથી છેલ્લા 30 વર્ષથી નાના બાળકોથી માંડી વયોવૃદ્વ ‘માજી’ સુધીના તમામને ખુબ કાળજીપૂર્વક સાચવીને સાથે ‘જય ગણેશ’ ના નાદથી રસ્તાઓ પવિત્ર કરતો ગણેશ ભક્તોનો આ પગપાળા સંઘ દાદા પરની અપાર શ્રધ્ધાનું પ્રતીક છે.
દરેક સમાજના ભક્તોને સાથે રાખી ચાલતો આ સંઘ ઐઠોર ગણપતી મંદિરે આવતો સૌથી વધુ દૂરથી આવતો જૂનામાં જૂનો સંઘ છે.
સમગ્ર ઐઠોર ગામ આ સંઘના સૌ ભક્તોને માનની નજરે જુએ છે.
સૌથી જુના આયોજનકર્તાઓ માનાં એક એવા ડાહ્યાભાઈ પટેલે અમને જણાવ્યું કે, આ સંઘને શરૂઆતના દિવસોમાં જોઈએ તેવો સહકાર સામાન્ય લોકો દ્વારા નહોતો મળ્યો પણ પછી દાદાની ઈચ્છાથી જ દર વર્ષે નવા ભક્તો સામેલ થતા ગયા અને હવે તો મોટુ વટવૃક્ષ સમાન બની ગયો છે.
રમેશભાઈ પટેલે અમને જણાવ્યું કે, દાદાના દિવ્ય મંદિરે ધજા ચડાવીએ પછી અમારો થાક ના જાણે ક્યાં ગાયબ થઇ જાય છે,,!!
જીતુભાઇ પટેલના જણાવ્યા અનુસાર આ સંઘના સફળ આયોજન માટે એક મહિના પહેલેથી જ અમે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ.
ભરતભાઈ પટેલના જણાવ્યા અનુસાર અમારા સંઘમાં આવનાર ભકતને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ.
દરેક વર્ષની માગસર મહિનાની મોટી સંકટ ચોથમા દર વર્ષે તેઓ આ આયોજન કરે છે.
સખ્ત ઠંડીમાં પણ આશરે 100 કિલોમીટર કરતા પણ વધુ દૂરથી ચાલતા આવતા આ તમામ ભક્તોને ‘દાદા’ પરની અપાર શ્રધ્ધા જ હિમ્મત આપે છે,
ધન્ય છે તે સૌને,,!!
સમગ્ર હિન્દુ ધર્મના પ્રથમ પૂજનીય એવા ગણપતિ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે 🙏🏻
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
