Explore

Search

April 21, 2025 3:17 am

IAS Coaching

21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ દ્વારા વિવિધ કાર્યક્રમો

ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી મધ્યે વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ધ્યાનનો ભવ્ય કાર્યક્રમ

21 ડિસેમ્બર ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવા ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા પણ સવારે કાર્યક્રમો યોજાશે અને સાંજે વિશ્વભરના લોકો સામૂહિક ધ્યાનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સમર્પણ આશ્રમ ખાતે સાંજે 5 વાગ્યે પૂજ્ય સ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના અનેક દેશોના લોકો ઓનલાઇન પણ જોડાઈ શકે એ માટે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઓનલાઈન પ્રસારણની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. કેનેડા, યુએસએ સહિતના દેશોમાં તેમના સમય મુજબ સવારે 6:30 કલાકે તેમજ યુકે સહિતના દેશોમાં સવારે 11:30 વાગ્યે શિબિરનું પ્રસારણ થશે. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘ગુરુતત્ત્વ’ યુ ટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતના કચ્છ સમર્પણ આશ્રમ, દાંડી સમર્પણ આશ્રમ, સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ તથા મધ્ય ભારત સમર્પણ આશ્રમ નાગપુર, રાજસ્થાન સમર્પણ આશ્રમ અજમેર, ગોવા સમર્પણ આશ્રમ, શ્રી શિવકૃપાનંદ સ્વામી મઠ, બેંગલોર સ્થિત દક્ષિણ ભારત આશ્રમ સહિત દરેક આશ્રમ ખાતે પણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં સાધકો જોડાશે.

હિમાલયના યોગી પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 30 વર્ષથી સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના માધ્યમથી ધ્યાનને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. આજે 72 દેશોમાં આ સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના માધ્યમથી લોકો પોતાની આધ્યાત્મિક તેમજ સર્વાંગીણ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં

વધુમાં વધુ લોકો ધ્યાન માર્ગ અપનાવી પોતાના જીવનને સરળ અને સુંદર બનાવે તે માટે ગુરુતત્ત્વ ટીમ અને સમર્પણ ધ્યાનયોગ પરિવારના સાધકો સહિત દરેક વ્યક્તિ પ્રયત્નશીલ છે.

ધ્યાન અંગે વધારે જાણકારી તમે ગુરુતત્ત્વ વૈશ્વિક મંચની વેબસાઈટ gurutattva.org પરથી અને યુટ્યુબ ચેનલ ‘ગુરુતત્ત્વ’ પરથી પ્રાપ્ત કરી શકો છો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai