આજ તારીખ 16-12-24 ને સોમવારના રોજ શ્રી મેલડી માતાજી ની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર ચાર રસ્તા, ઊંઝાના માઈ ભક્તો દ્વારા રખડતા કુતરાઓની નિસ્વાર્થ સેવા કરવાના હેતુસર 21 મણ લોટના લાડુ શ્રી અચલેશ્વર મહાદેવ (મોલ્લોત પાટી)ની વાડી,ઊંઝા મા બનાવીને સર્વ ભક્તો એ સાથે મળી સેવાનુ કાર્ય કરી પુણ્યનો લાભ લીધો. શ્રી મેલડી માતાજીના ઉપાસક શ્રી રાવળ ચમનભાઈ મંગળભાઇનો એક જ ઉપદેશ કે સારા કર્મ અને ભક્તિ દ્વારા જ દેવ આપડા ઉપર પ્રસન્ન થાય છે. તેઓ સૌ ભક્તો સાથે મળી આવા અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવારનવાર કરતા રહે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
