કેટલાય વર્ષોની ધાર્મિક પરંપરા મુજબ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઉંઝા APMC ના શ્રદ્ધાવાન વેપારીઓ દ્વારા દર વર્ષે 151 ગજની ધજા ઉમિયા માતાજીના મંદિરના મુખ્ય શિખર પર ચઢાવાય છે.
તે પહેલા ધજાની શોભયાત્રા કાઢવામાં આવે છે,જેમાં અનેક ભક્તો જોડાય છે.
ધજા ચડાવવાનો આ વર્ષે લાભ લેનાર શ્રી દિનેશભાઇ પટેલ (પૂર્વ APMC ચેરમેન, ઊંઝા) એ જણાવ્યું હતું કે ‘ઊંઝાના વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાની સુખાકારી માટે આ ધજા ચડાવવામાં આવે છે,
અમને આ વિશેષ સેવાનો લાભ મળ્યો તેનો અમને આનંદ છે.
માં ઉમિયા સૌનું કલ્યાણ કરે તેવી અમારી પ્રાર્થના’.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
