ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રાહ્મણ શેરીમાં આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્થળે મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ નું આયોજન તારીખ -24-2-2025 થી તારીખ -2-3-2025 સુધી કરવામાં આવ્યું છે.
જેમાં ભૂજ શ્રી સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન વંદનીય કથાના વક્તા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધમૅવિહારી દાસજી કથાનું સુંદર રસપાન તેમની અનોખી શૈલીમાં કરાવશે.
આ પ્રસંગે આશીર્વચન પાઠવવા શાસ્ત્રી સ્વામી ચંદ્ર પ્રકાશ દાસજી, શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી તથા શાસ્ત્રી સ્વામી વ્રજ વિહારી સ્વામી ખાસ હાજર રહ્યા હતા
આ પ્રસંગે પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોના જબરેશ્રવર મહાદેવના મંદિર પાસેથી નીકળી ગાંધીચોક, પૂનમ કોમ્પલેક્ષ, પંચવટી, વાડીપરાથી નૂતન મંદિર પોથી યાત્રા આવી હતી. હરીભક્ત ભાઈઓ અને બહેનો શાંતિ પૂર્વક મગ્ન થઈ કથાનું શ્રવણ કરી ધન્યભાગી થયા હતા. આ કથાના યજમાનપદે હરિ ઓમ તત્સત્ ગૃપના સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
