ઊંઝા તાલુકાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ મનાતા કહોડા ગામની અનુપમ પ્રાથમિક શાળાનો વિધાર્થી પટેલ વિશ્વ રજનીભાઇ કરશનભાઇ એ પૂરની સ્થિતિમાં નીચાણવાણા વિસ્તારમાં પશુ બચાવ માટે આધુનિક ખીલો બનાવેલ જે નેશનલ કક્ષાએ દિલ્લી મુકામે જઈને આવ્યો.
આ કૃતિ ઇન્ટરનૅશનલ કક્ષાએ પસંદ થઇ હવે જાપાન મુકામે જશે.
મિત્રો અને સબંધીઓએ તેને શુભેચ્છાઓથી વધાવી લીધો હતો.
મૂળ ઐઠોર ગામનો વિશ્વ જે હાલ નવમા ધોરણમાં ભણે છે તે શિક્ષણ હેતુ પહેલેથી જ કહોડા ગામની શાળામાં અભ્યાસ કરે છે.
વિશ્વ એ શાળા, કહોડા ગામ સાથે સમગ્ર નાનાબાર પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
