Explore

Search

April 20, 2025 2:01 pm

IAS Coaching

શિવરાત્રી નિમિત્તે પંચદેવ કુટીર આશ્રમ, ખંડોસણ ખાતે વિશેષ શિવ પૂજા – અભિષેક કરવામાં આવશે.

આવનાર 26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભારતભારમાં ગામે – ગામ અને દરેક શિવ મંદિરે પરંપરા મુજબ શક્ય તમામ રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવામાં શિવભક્તો કચાસ રાખતા નથી.

આખુ વર્ષ પૂજા પાઠ યોગ્ય રીતે ના કરી શકનાર ભક્તો પણ શિવરાત્રી ચુકતા નથી.

સેવા અને ભક્તિની ધૂણી ધખાવીને બેઠેલા શ્રી વિરમજી ભગત પર સ્થાનિક ઠાકોર સમાજ સિવાયના અન્ય લોકો પણ ખુબ શ્રદ્ધા ધરાવે છે.

ઊંઝા – વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામના બસ સ્ટેન્ડની નજીક રોડ પર જ આવેલ પંચદેવ કુટીર આશ્રમમાં મહારાજ શ્રી વિરમજી ભગત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવનપર્વ પર સવારે 9:30 થી વિશેષ ધૂપ – દીપ -પ્રસાદી -નૈવેદ્ય -ભોગ -પૂજા – અભિષેક – ભજન સ્થાનિક ભક્તો સાથે રહી કરવામાં આવશે. 11:15 આરતી કરવામાં આવશે.

આ ધાર્મિક પોગ્રામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેશે.

વિશેષ પૂજા પછી બપોરે ભોજન પ્રસાદી પેટે બટાકાની ભાજી અને રાજગરાનો શિરો ભક્તોને પીરસવામાં આવશે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique