તા 20/02/2025 ને ગુરુવારના રોજ રાત્રે 9:00 કલાકે કહોડા ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કહોડા ગામના પાટીદાર સમાજના સભ્યો ખૂબ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
મિટિંગમાં SPG દ્વારા જે સામાજીક સેવા કાર્યો કરવામાં આવે છે એની વિસ્તૃત માહિતી અને SPG મા જોડાવાથી આર્થિક રીતે જે મદદ કરવામાં આવે છે એની ચર્ચા કરવામાં આવી. લાલજીભાઈ એ લગ્ન નોંધણીના કાયદામાં સુધારા બાબતે પણ વિશેષ ચર્ચા કરી સમજ આપી હતી.
આ પોગ્રામમાં મુખ્ય spg રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહીત અનેક હોદ્દેદારો, સેવકો,સ્થાનિક પાટીદાર આગેવાનો, આસપાસના ગામના
જાગૃત પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,
લાલજીભાઈ અને spg ટીમ પાટીદાર સમાજમાં જાગૃતિ લાવવા વર્ષોથી એકધારી મહેનત કરી રહ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
