Explore

Search

April 21, 2025 6:12 am

IAS Coaching

સાંસદ શ્રી હરીભાઈની માંગણી મુજબ આજે મહેસાણા જિલ્લાને વધુ 2200 મેટ્રિક ટન ખાતર ફાળવાયું.

ખેત ઉત્પાદકતા વધારવા માટે ખાતર એ મહત્વપૂર્ણ જરૂરિયાત છે.અને શિયાળુ ખેતીમાં સૌથી વધુ ખાતરની જરૂરિયાત ડિસેમ્બર,જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઉદભવે છે.મહેસાણા સાંસદ એ ખેડૂતોને સતાવતી આ સૌથી મોટી સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજુઆત કરી હતી.મહેસાણા સાંસદે આંકડાકીય અભ્યાસને અંતે ગુજરાત અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની ખાતરની કુલ જરૂરિયાતને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારને કરેલી રજૂઆતને પગલે મહેસાણા જિલ્લાને વધુ એક વખત 2200 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવાયો છે.

મહેસાણા જિલ્લાના ખેડૂતોની સતત ચિંતા કરી રહેલા સાંસદ હરિભાઈ પટેલે વધુ એક વખત ખેડૂતોના પ્રશ્નનું સુખદ નિરાકરણ થયું છે.ખેડૂતોને કૃષિ ઉત્પાદનમાં સૌથી મોટી સમસ્યા ખાતરની છે. આ કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોની ખાતર નહિ મળવાની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. આ અગાઉ પણ ઇફકો દ્વારા મહેસાણા જિલ્લાને એક જ દિવસમાં 3000 મેટ્રિક ટન કરતા વધુ ખાતરનો જથ્થો ફાળવાયો હતો.ત્યારે આજે વધુ 2200 મેટ્રિક ટન ખાતર મહેસાણા જિલ્લાને ફાળવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

આજથી જ આ ખાતરનો જથ્થો ગ્રામ્ય સ્તરે મંડળીઓ સુધી પહોંચે તે માટે ઇફકો દ્વારા વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai