વર્તમાન ઊંઝા ધારાસભ્ય કે. કે. પટેલે ગઈ કાલે બપોરે ઊંઝા apmc ની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમને વધુ સારો વહીવટ કરવા માટે ઉમેદવારી નોંધાવી છે તેમ કહ્યુ.
આ મામલે ઊંઝા apmc ના પૂર્વ ડિરેક્ટર અમરતભાઈ પટેલનો એક વિડીઓ સોશ્યલ મીડિયામાં રજુ થયેલો છે,
જેમાં તેઓ સ્પષ્ટતા પૂર્વક કહે છે કે,
‘ધારાસભ્ય એ અઢી વર્ષના સમયમાં ઊંઝા વિધાનસભા વિસ્તારમાં એક પણ સારુ કામ નથી કર્યું.
તેમના એક પણ સારા વહીવટનો નમૂનો બતાવો.
તો પછી ઊંઝા apmc ના સારો વહીવટ કરવાની વાત તેઓ કઈ રીતે કરી શકે?
તેમણે વધુમાં કહ્યુ હતું કે કોરોનાના કપરા સમયમાં અને સરકારના બદલાયેલા નિયમો વચ્ચે પણ દિનેશભાઈએ અનેક ઘણો નફો કરી બતાવ્યો છે.’
તેમના આ નિવેદનની આખા ઊંઝા ગંજબજારમાં નોંધ લેવાઈ છે અને ધારાસભ્યના ગઈકાલના નિવેદનને લઈને વધુ વિવાદ થઇ રહ્યો છે.
ચૂંટણીને લઈને વાતાવરણ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
