આજે તારીખ 16-02-25 રવિવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા મળી.
મંદિર સુધીનો ગામનો રસ્તો અને મેદાન મેળાના માહોલમાં ફેરવાઈ જાય છે.
ચોથ એટલે દાદાની પ્રિય તિથિ.
આ તિથીએ દાદાના દર્શન કરવા એક મોટુ સદભાગ્ય માનવામાં આવે છે.
દૂર-દૂરથી પગપાળા ચાલતા આવતા ભક્તોનો અઢળક તાજા ફૂલોથી શણગારેલા દાદાના દિવ્ય મનોહર સ્વરૂપને જોઈને ના જાણે થાક ક્યાં ગાયબ થઇ જાય છે,,!!
સંકટ ચતુર્થીએ સવાર અને સાંજ બેય આરતી સમયે ભક્તોથી આખુ મંદિર ભરાઈ જાય છે. મંદિરમાં સતત થતા દાદાના જય ઘોષથી ભક્તિમય વાતાવરણ બનેલું રહે છે.
અહીં મંદિરમાં ચોથ નિમિત્તે ભક્તોની સેવા – વ્યવસ્થા હેતુ ચા – પાણી અને ફળાહારની સંસ્થા તરફથી નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.
સેવકો પણ દર્શનાર્થીઓની વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે અવિરત સક્રિય રહ્યા હતા.
પ્રમુખ શ્રી બાબુભાઇ પી. પટેલના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો. આજે રવિવાર હોવાથી દર્શનાર્થીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો.
દર વર્ષે દાદાના દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, તે મુજબ જરૂરી 24 ક્લાક વ્યવસ્થા સચવાય તેવા પૂરતા પ્રયત્નો અને ફેરફારો સંસ્થા તરફથી કરવામાં આવી રહ્યા છે.
કળિયુગના સિંદૂરીયા દેવ મનાતા શ્રી ઐઠોરા દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
