06-01-25 સોમવાર બપોરે 3 વાગ્યાં આસપાસ માધુપરા વિસ્તારમાં નવા બનાવેલા પાણીના મોટા ટાંકા પાસેના ખેતરમાં માધા રબારીની ચરી રહેલી ગાય આકસ્મિત રીતે પાણી ભરેલા કુવામાં પડતા પુનમભાઈ મારવાડી અને અન્ય સેવાભાવીઓ ને સમાચાર મળતા તુરંત પહોંચી જઈ કૂવાની આજુબાજુના ઝાડી ઝાંખરા સાફ કરી ગાયને પાણીમાં ડૂબતી બચાવવાં તેના શીંગડાને રસ્સીના ગાળિયાથી સખ્ત બાંધી દીધી હતી. તેનાથી ગાય સખ્ત બચવાના પ્રયત્નો કરી થાકીને પછી પણ પાણીમાં તરતી રહી.
ઊંઝા ફાયર વિભાગને જાણ કરતા તેઓ આવ્યા પણ કોઈ કારણસર રાતમાં તેઓને આ જોખમ લેવાનું યોગ્ય ના લાગ્યું.
આખરે નિલેશભાઈ પટેલ (તલાટી) વિશેષ રસ રાખી જગ્યા પર રૂબરૂ હાજર રહી મહેસાણાથી ફાયરની રેસ્ક્યુ ટીમની ક્રેન બોલાવી.
સેવકોએ દૂરથી એલોજન મારફતે કુવા આસપાસ અજવાળું કર્યું.
ફાયર ટીમના પ્રયત્નો અને ખુબ મહેનતના અંતે તેને બાંધીને ક્રેન મારફતે બહાર કાઢી. સખ્ત ઠંડીથી બચવા તેની નજીક તાપણું કરાવ્યુ.
ઉનાવાથી ડોક્ટર અરવિંદભાઈ રાવળને બહાર કાઢેલી ગાયની તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ માટે લાવ્યા અને જરૂરી તમામ ઈન્જેકશન આપ્યા.થોડા સમય પછી ગાય સ્વસ્થ થઇ.
આ સમગ્ર ઝોખમી રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવા મુખ્ય મહેસાણા ફાયર ક્રેન રેસ્ક્યુ ટીમ, તલાટી નિલેશભાઈ પટેલ, પુનમભાઈ મારવાડી અને સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો આશિષ પટેલ, પપ્પુભાઈ, સંદીપ, અન્ય સેવકો ધીમન પટેલ,દિપક માતંગી, અજય ઠાકોર, રાહુલ ગોસ્વામી, કિરણ રબારી, વિસ્તાર નજીકના ઠાકોર અને પરમાર ભાઈઓનો પણ મદદ માટે તૈયાર રહ્યા હતા.
ઐઠોરના જાગૃત ગામલોકોનો પણ ટ્રેક્ટર,રસ્સી અને અન્ય સાધનો માટે તુરત વિશેષ સાથ – સહકાર મળ્યો હતો.
સખ્ત મહેનત પછી ગાયને દવા કરાવીને બચાવી લેવાથી ઐઠોર ગ્રામ જનોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
