તા. 23/10/2024 ના રોજ ઊંઝા તાલુકાના અમૂઢ ગામે લોકોના સરકારી તેમજ સ્વાસ્થને લગતા પ્રશ્નોના નિરાકરણ આવે તે હેતુથી તાલુકા કક્ષાનો સરકારી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
તેમજ ઊંઝા તાલુકાના કુલ છ (6) ગામોને (અમૂઢ, દાસજ, સુરજનગર, વરવાડા,રણછોડપુરા,ઐઠોર) મીની ટ્રેક્ટર ફાળવણી માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખશ્રી નટુભાઇ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ઉદાજી ઠાકોર, અને ઊંઝા તાલુકા
ભાજપ ઉપ પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા ડેલિગેટશ્રીઓ અને જિલ્લા ડેલિગેટશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
