આજ 29-09-24 રાત્રે શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ના નેતૃત્વમાં ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં પાટીદાર
સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં એસપીજી દ્વારા ચાલી રહેલ લડત કે જે લવ મેરેજ ની અંદર માતા-પિતાની સહી ફરજિયાત થાય
અને પાટીદાર સમાજના ભાઈઓ બહેનો એસપીજી ની 1200 વાળી લાઈફ ટાઈમ મેમ્બરશિપમાં જોડાય અને ટૂંક સમયમાં ઊંઝા તાલુકાની અંદર ભવ્ય પાટીદાર સ્નેહમિલન યોજાય એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં ગામના ભાઈઓ બહેનોએ પૂરેપૂરું સમર્થન આપ્યું..
આ સમગ્ર આયોજન દરમ્યાન spg મહેસાણાથી નીરવભાઈ, જીજ્ઞેશભાઈ અને ઊંઝાથી હાર્દિકભાઈ, જીલભાઈ, અલ્પેશભાઈ, કેનીલભાઈ, ધર્મેન્દ્રભાઈ, હિમાંશુભાઈ, જયભાઈ, બ્રિજેશભાઈ અને બીજા યુવા મિત્રો હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
