આજે તારીખ 2-2-25 રવિવારે વહેલી સવારે કહોડા થી ખેરાલુ તરફ, સધી માતાજી મંદિર પાસે, આંટા વિસ્તારના બારોટ નવલજી ગોવાજીના ખેતરના આશરે 110 ફૂટ ઊંડા અવાવરું કુવામાં એક રખડતું કૂતરું અજાણતામાં પડી ગયા હોવાની જાણ થતા જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝાની ટીમ પુરી તૈયારીઓ સાથે જગ્યા પર પહોંચી ગયા હતા.
ત્યારબાદ જહુ માતાજીની સમગ્ર ટીમ તથા સ્થાનિક ભાઈઓના ઘણા પ્રયાસો બાદ અદમ્ય સાહસ સાથે સાવચેતીના પગલા ધ્યાને રાખીને
શ્રી જહુ માતાજી સેવક પરિવાર
ના મિતુલ કમલેશભાઈ બારોટ કુવામાં ઉતરી તે કૂતરાને હેમખેમ બહાર કાઢી અબોલ સેવાનુ કામ કર્યું.
સ્થાનિકોએ તેમના આ સાહસ અને સેવા બદલ આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
