દર વર્ષે અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન અજાણતામાં લગભગ 100 થી વધુ પરિવાર થી છુટ્ટા પડી ગયેલ નાના બાળકોને સફળતાપૂર્વક સાચવીને તેમના પરિવારજનો સાથે મિલન કરાવી આપવામાં સિંહ ફાળો આપનાર શ્રી ગણપતભાઈ એચ. પટેલ
એફ એફ ડબલ્યુ સી સહ કો-ઓર્ડીનેટર શ્રી અમદાવાદ શહેર
સી. આઈ. ડી. ક્રાઇમ ( મહિલા સેલ અને ક્રાઈમ ) નું ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ગાંધીનગરના નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
મિત્રો અને સબંધીઓ એ ઉત્સાહી અને નીડર એવા ગણપત ભાઈને આ સન્માન બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
નાનાબાર કડવા પટેલ અને મૂળ ઐઠોર(ઊંઝા)ના (સાવદરા) વતની, ધંધાર્થે અમદાવાદ પરિવાર સાથે રહેતા ગણપતભાઈ આ સિવાય પણ અનેક સામાજીક નાની-મોટી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo-987 986 1970
